આંજણી એ પાંપણોનો સામાન્ય પણ પીડાદાયક ચેપ છે. તે પાંપણોની ધાર પર નાની પીળા રંગની પરુ ભરેલ ફોલ્લી જેવું દેખાય છે. મોટા ભાગે તે કોરા ગરમ શેક તથા માલીશથી મટી જાય છે. તબીબી ભાષામાં તેને HORDEOLUM કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે.
બાહ્ય આંજણી (External Hordeolum) – સામાન્ય પ્રકાર (Common type)
બાહ્ય આંજણી એ સામાન્ય પ્રકારની આંજણી છે. તેને સામાન્ય રીતે “આંજણી” કહેવામાં આવે છે.
તે પાંપણોના વાળના મૂળમાં ચેપ લાગવાથી થાય છે.
તે લાલ રંગના ગઠ્ઠા (lump) થી શરુ થાય છે અને ધીરેધીરે પરુ ભરેલા પીળા ગુમડાં જેવી થઈ જાય છે.
આ પીડાદાયક સ્થિતી છે તથા ૨-૩ દિવસમાં જો કોરા ગરમ શેક તથા માલીશથી ન મટે તો ડૉક્ટરને બતાવવું જરુરી છે.
આંતરીક આંજણી (Internal Hordeolum) શું છે?
તે આંજણીનો ક્યારેક જોવા મળતો પ્રકાર છે.
તે પાંપણની મેબોમિયન ગ્રંથીના ચેપથી થાય છે.
પાંપણની અંદર થતી હોવાથી બહારથી સોજા જેવું જ દેખાય છે.
આંજણી (STYE) ની સારવાર શું છે?
ઘણીવાર તે સારવાર વિના જ મટી જાય છે.
શરુઆતના તબક્કામાં તે કોરા ગરમ શેક તથા માલીશથી મટી જાય છે.
અમુક સંજોગોમાં એન્ટિબાયોટીક મલમ કે ગોળીની જરુર પડી શકે છે.
કયારેક તેને ચીરો મૂકીને પરુ કાઢવાની જરુર પડી શકે છે.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
- compiled & published by Dr Dhaval Patel MD AIIMS