ઓપ્થેલ્મોલોજિસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને ઓપ્ટીશિયન
(Ophthalmologist, Optometrist & Optician)
તેઓ આંખોની સંભાળ સાથે સંકળાયેલ છે
ઓપ્થેલ્મોલોજિસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને ઓપ્ટીશિયન – આ ત્રણેય આંખોની સંભાળ સાથે સંકળાયેલ છે પરંતુ તેમની વચ્ચેનો તફાવત સમજવો જરુરી છે.
ઓપ્થેલ્મોલોજિસ્ટ (Ophthalmologist)
ઓપ્થેલ્મોલોજિસ્ટ એ મેડીકલ ડોક્ટર છે જેમણે MBBS પછી આંખોની સારવાર માટેની સ્પેશિયલ પદવી મેળવેલ છે. ઓપ્થેલ્મોલોજિસ્ટ ની પદવીઓ મહદંશે MD, MS, DOMS તથા DNB હોય છે.
ઓપ્થેલ્મોલોજિસ્ટની MD (Doctor of Medicine) પદવી સમગ્ર INDIA માં માત્ર AIIMS ની સંસ્થા દ્વારા જ અપાય છે. આ ૩ વર્ષનો અભ્યાસક્રમ છે.
MS (Master of Surgery) તમામ મેડીકલ કોલેજો દ્વારા ૩ વર્ષનો કોર્ષ કરનાર તબીબો ને અપાય છે.
DOMS (Diploma in Ophthalmic Medicine & Surgery) 2 વર્ષનો કોર્ષ કરનાર તબીબો ને અપાય છે.
DNB (Diplomat of National Board of Examination) પ્રાઈવેટ હોઇસ્પટલો દ્વારા ૩ વર્ષનો કોર્ષ કરનાર તબીબો ને અપાય છે.
ઓપ્થેલ્મોલોજિસ્ટ એ આંખના તમામ પ્રકારના રોગોની સારવાર તથા શસ્ત્રક્રીયા કરવા નિપુણ હોય છે તથા શરીરના અન્ય રોગો અને તેની આંખ ઉપર થતી અસરોની સારવાર કરી શકે છે.
ઓપ્ટોમેટ્રીસ્ટ (Optometrist)
ઓપ્ટોમેટ્રીસ્ટ એ આંખોની દ્રષ્ટિ સંબધિત સેવાઓ સાથે સંકળાયેલ પદવી છે. તેમની પદવીઓ B.Sc,B.Optom, M.Sc,M.Optom તથા D.Optom જેવી હોય છે.
B.Sc – B.Optom એ ૪ વર્ષનો, M.Sc –M.Optom એ બેચલર ડીગ્રી પછી ૨ વર્ષનો તથા D.Optom એ ૨ વર્ષનો કોર્સ હોય છે. આ સિવાય ૧ વર્ષના Cerificate Courses પણ થાય છે.
ઓપ્ટોમેટ્રીસ્ટ એ આંખોની પ્રાથમિક તપાસ, ચશ્માના નંબર, કોન્ટેક્ટ લેન્સ, આંખોની કસરત વગેરે કરાવવા નિપુણ હોય છે.
ઓપ્ટીશિયન (Optician)
ઓપ્ટીશિયન એ ટેક્નિશીયન છે જે ચશ્માના કાચ, ચશ્માની ફ્રેમ, કોન્ટેક્ટ લેન્સ તથા અન્ય ઓપ્ટિકલ સાધનો સાથે સંકળાયેલ છે.
ઓપ્ટીશિયન તમારા ચશ્માના નંબરને સમજીને તમને અનુકૂળ કાચ, ફ્રેમ તૈયાર કરી આપે છે. તેઓ તમારા કાચની બદલી, ફ્રેમનું રીપેરીંગ વગેરે સાથે પણ સંકળાયેલ હોય છે.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
- compiled & published by Dr Dhaval Patel MD AIIMS