કન્જક્ટિવાઈટીસ એ અંગ્રેજી શબ્દ છે અને એને સામાન્ય ભાષામાં “આંખો આવવી” એમ કહેવામાં આવે છે. એ આંખની કીકીની ફરતે આવેલી પારદર્ષક ચામડીનો એક પ્રકારનો સોજો છે. તે એક આંખ અથવા બંને આંખમાં થાય છે.
લક્ષણોઃ
આંખની લાલાશ
આંખમાંથી સ્રાવ
આંખ બળતી હોવાનો ભાસ
ખંજવાળ આવવી
પ્રકાશથી સંવેદનશીલતા
કન્જક્ટિવાઈટીસ કેમ થાય છે?
કન્જક્ટિવાઈટીસ નું સૌથી સામાન્ય કારણ વાયરલ ચેપ છે. અન્ય કારણોમાં મોસમી એલર્જી, બેક્ટેરીયલ ચેપ અને આંખની દવાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે.
કન્જક્ટિવાઈટીસનો મૂળભૂત ઉપચાર અને સારવાર શું છે?
કન્જક્ટિવાઈટીસની સારવાર તેના કારણ પર આધાર રાખે છે.
વાઈરલ કન્જક્ટિવાઈટીસ માટે ક્રુત્રિમ આંસુના ટીપા (Artifical Eye Drops) આપવામાં આવે છે. તે ઉપરાંત ઠંડુ ભીનું કપડું આંખ ઉપર રાખવાથી પણ રાહત થાય છે.
બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટીસ માટે એન્ટિબાયોટીક ટીપાં કે મલમ આપવામાં આવે છે.
એલર્જીક કન્જક્ટિવાઈટીસ માટે Olopadadine, Naphazoline તથા Artificial Tears આપવામાં આવે છે.
બહુ વધારે માત્રામાં કન્જક્ટિવાઈટીસની અસર હોય તો Mild Steroid જેવા ટીપાંની પણ જરુર પડી શકે છે.
કન્જક્ટિવાઈટીસ કેવી રીતે ફેલાય છે?
વાઈરલ કન્જક્ટિવાઈટીસ (Viral Conjunctivitis)– એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિના સંપર્ક દ્વારા, ટુવાલ અથવા ઓશીકા ધ્વારા, ચહેરાના સંપર્ક, અથવા કોસ્મેટિક ધ્વારા ફેલાય છે.તે શરદી, શ્વાસ તથા ગળાના ચેપ પહેલાં,દરમિયાન કે પછી પણ થઈ શકે છે.
એલર્જીક કન્જક્ટિવાઈટીસ (Allergic Conjunctivitis)- તે સામાન્ય રીતે વસંત ૠતુ તથા ઉનાળામાં જોવા મળે છે અને ચેપી નથી. તેનું મુખ્ય લક્ષણ ખંજવાળ છે. તે પરાગરજ ની એલર્જીથી થાય છે.
બેક્ટેરિયલ કન્જક્ટિવાઈટીસ (Bacterial Conjunctivitis)-વાઈરલ કન્જક્ટિવાઈટીસની જેમ તે પણ ચેપી છે. તે મુખ્યત્વે શુષ્ક આંખો (Dry Eyes) તથા આંખની પાંપણોના સોજા (Blepharitis) સાથે વધુ જોવા મળે છે.
કન્જક્ટિવાઈટીસમાં શું સાવચેતી લેવી જોઈએ?
સૌથી મહત્વપૂર્ણ સાવચેતી હાથ ધોવાની છે. હંમેશા સાબુથી હાથ ધોવા જોઈએ ખાસ કરીને આંખોના સ્પર્શ પહેલાં અને આંખો સ્પર્શ પછી.
અન્ય લોકો સાથે કોઇ પણ પ્રકારનો ચહેરાનો સંપર્ક ટાળો.
અન્ય લોકો ને તમારી વ્યક્તિગત વસ્તુઅઓ જેવા કે ટુવાલ, ગાદલા, અથવા કોસ્મેટિક ઉપયોગ કરવા દેવા નહી.
તમે કોન્ટેક્ટ લેન્સની પહેરતા હોય તો તમારે મર્યાદીત સમય માટે એનો ઉપયોગ ટાળવો જોઈએ.
જે લોકો હેલ્થકેર, ખાદ્ય સેવાઓ તથા શિક્ષણ સાથે સંકળાયેલ છે તેમણે મર્યાદીત સમય માટે ફરજ પર રજા લેવી જોઈએ જેથી અન્ય લોકોને આ રોગ ફેલતો અટકાવી શકાય.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
- compiled & published by Dr Dhaval Patel MD AIIMS